Close

  ઇ-કોર્ટ પ્રોજેક્ટના ફેઝ-૩ માટેના વિઝન ડોક્યુમેન્ટ સબબ સૂચનો આવકારવામાં આવે છે.

  Publish Date: May 25, 2021
  Vision_Document_final-1

  “નેશનલ પોલીસી એન્ડ એક્શન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી (આઇસીટી) ઇન ધ ઇન્ડીયન જ્યુડીશીયરી – ૨૦૦૫” અંતર્ગત સાકાર થઇ રહેલ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટની અમલવારીની દેખરેખ સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી કરે છે. તે ન્યાય વિભાગ દ્વારા ક્રિયાન્વિત ‘મીશન મોડ પ્રોજેક્ટ’ છે.

   

  છેલ્લા પંદર વર્ષોમાં કમિટીની ભૂમિકા અને કાર્યભાર બાબત ઘણાં સુધારા થયા છે. ઇ-કમિટીના હેતુઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.

  • સમગ્ર દેશની તમામ અદાલતોનું ઇન્ટરલિંકિંગ
  • ભારતીય ન્યાયપ્રણાલીમાં આઇસીટીનું સક્ષમીકરણ
  • ન્યાયની ઉત્પાદકતામાં વૃદ્ધિ
  • ન્યાયપ્રણાલીને સુગમ્ય, ઓછી ખર્ચાળ, પારદર્શી અને જવાબદાર બનાવવી
  • નાગરિક કેન્દ્રિત સેવાઓ પૂરી પાડવી

   

  ફેઝ-૩ ટૂંક સમયમાં પૂરો થવાનો હોઇ, ફેઝ-૩ માટેનો ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટના ફેઝ-૩ માં અદાલતો માટે સમાવેષિતા, ક્રિયાશીલતા, મુક્તપણું અને ઉપયોગકર્તા કેન્દ્રિત દ્રષ્ટિકોણને રેખાંકિત કરે છે.

   

  ફેઝ-૩ માત્ર ઓફલાઇન પ્રક્રિયાઓનું સીધેસાદું ડિજીટલાઇઝેશન કરવાથી આગળ વધી એવી ડીજીટલ અદાલતોની ખેવના કરે છે, જ્યાં ન્યાય તમામ લોકોને સેવા તરીકે ઉપલબ્ધ હોય. આથી જ ન્યાયપ્રણાલીમાં ટેકનોલોજીનો ઉપયોગ ગાંધીવાદના બે મુખ્ય પાસાઓ થી માર્ગદર્શિત છે – સુગમ્યતા અને સમાવેષિતા. વધુમાં, આધારભૂત દ્રષ્ટિકોણને હાંસલ કરવામાં સત્ય, સહાનુભૂતિ, સાતત્ય અને પારદર્શિતા જેવા કેન્દ્રિય મૂલ્યો માર્ગરક્ષકોની ભૂમિકા ભજવે છે.

   

  પ્રોજેક્ટના ફેઝ ૧ અને ૨ માં થયેલ પ્રગતિને આગળ ધપાવતાં આ દસ્તાવેજ અદાલતોના ઝડપી ડીજીટલાઇઝેશનની જરૂરિયાતને આ બાબતો પર થી સ્પષ્ટ કરે છે. (એ) પ્રક્રિયાઓનું સરળીકરણ, (બી) ડિજીટલ માળખાનું સર્જન અને (સી) યોગ્ય સંસ્થાગત અને શાશકીય માળખાની સ્થાપના, જેમ કે, ન્યાયપાલિકાને ટેકનોલોજીની યોગ્ય અમલવારી માટે સક્ષમ બનાવતી ભિન્ન સ્તરોના ટેકનોલોજી કાર્યાલયો. તે ફેઝ-૩ માટેના ડિજીટલ માળખા અને સેવાઓના લક્ષ્યાંકોને સ્પષ્ટ કરે છે.

   

  આ વિઝન ડોક્યુમેન્ટ, ટેકનોલોજી માટે એવાં સ્થાપત્યમંચની કલ્પના કરે છે કે જે સમયાંતરે વિવિધ ડિજીટલ સેવાઓને સમય સાથે વધુ વિકસિત કરવામાં સક્ષમ બનાવશે. તે ઇકોસિસ્ટમ અભિગમ અપનાવવા માટે પણ બનાવવામાં આવી છે, જે નાગરિક સમાજના આગેવાનો, વિશ્ર્વવિદ્યાલયો, પ્રેક્ટીશનરો અને ટેકનોલોજિસ્ટ જેવા વિવિધ હિતધારકોને હાલની ક્ષમતાઓનો લાભ આપે, જેથી ભવિષ્યને સાકાર કરી શકાય.

   

  સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાની ઇ-કમિટીએ તેના તમામ હિતધારકોને પાસે થી ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટના ત્રીજા તબક્કા માટેના ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ માટે ટિપ્પણીઓ, સૂચનો અને ઇનપુટ્સ મંગાવ્યા છે, જેથી તેના ઇ-કોર્ટસ પ્રોજેક્ટના આગળના તબક્કાના અમલીકરણની યોજના બનાવી શકે.

   

  વિઝન ડોક્યુમેન્ટ વાંચવા અહીં ક્લિક કરો.