Close

    લક્ષ્ય તથા ઉદ્દેશો

    મૂળભૂત સિદ્ધાંતો:

      • “સશક્ત” અને “સક્ષમ” બનાવવા ટેક્નોલોજીનો ઉપયોગ થવો જ જોઇએ.
      • ટેક્નોલોજી માત્ર પરંપરાગત પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને સ્વયં-સંચાલિત બનાવવા માટે જ નહીં, પરંતુ પરિવર્તનના એક સાધન તરીકે હોવી જોઇએ. આ એક એવું બળ છે, જે તમામ નાગરિકોને “સશક્ત” અને “સક્ષમ” બનાવે છે.
      • દરેકને ન્યાય મળી રહે તે સુનિશ્ર્ચિત કરવું.
      • દરેક વ્યક્તિને તે કોઇ પણ “ડિજિટલ ઉપકરણ” કે અન્ય સામાજિક આર્થિક પડકારોના અવરોધ વગર નિવારણ અને રાહત માટે ન્યાયિક સંસ્થા સુધી પહોંચી શકે તે માટેના સાધનો ઉપલબ્ધ કરાવવા જોઇએ.
      • કાર્યક્ષમ અને જવાબદાર ન્યાયતંત્રની રચના કરવી.
      • ન્યાયિક પ્રણાલીને માત્ર ઝડપી ન્યાય પૂરો પાડવા માટે જ નહીં, પરંતુ ન્યાયતંત્રની ક્ષમતા અને અસરકારકતાનું દેખરેખ-નિયંત્રણ રાખવા અને વિશ્લેષણ કરવા “કાર્યક્ષમતા મેટ્રિક્સ”નું ઉદ્ગમ પૂરુ પાડવા સક્ષમ બનાવતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો.

    ઉદ્દેશો:

    ઈ-સમિતિ નીચે દર્શાવેલ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કાર્યરત છે:

    • સમગ્ર દેશની તમામ અદાલતોનું આંતર-જોડાણ
    • ભારતીય ન્યાયિક પ્રણાલીને આઇ.સી.ટી. સક્ષમ બનાવવું.
    • અદાલતોને પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને રીતે ન્યાયિક ક્ષમતા વધારવા સક્ષમ બનાવવી.
    • ન્યાય વિતરણ પ્રણાલીને સુલભ, આર્થિક રીતે વળતરદાયી, પારદર્શી અને જવાબદાર બનાવવી.

    દ્વિતીય ચરણના ઉદ્દેશો:

    • વિવિધ સેવાઓ પૂરી પાડતા માધ્યમો જેવા કે કિઓસ્ક, વેબ પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન, ઈ-મેલ, એસ.એમ.એસ. પુલ, એસ.એમ.એસ. પુશ દ્વારા પક્ષકારો માટે કેસની વિગતોનું સરળ પ્રસાર.
    • વકીલો માટે કેસોનું આયોજન અને અનુસૂચન
    • કેસોના ભારણના વ્યવસ્થાપન સહિત ન્યાય અધિકારીઓ માટે કેસોનું વ્યવસ્થાપન
    • મુખ્ય અને અન્ય જિલ્લા ન્યાયાધીશો તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો માટે અવેક્ષણ અને દેખરેખ સુવિધાઓ
    • ઉચ્ચ ન્યાયાલયો, ન્યાય વિભાગ, સંશોધકો અને શિક્ષણવિદો દ્વારા પ્રત્યેક જિલ્લા અને તાલુકામાં રાજ્યવ્યાપી અવેક્ષણ અને દેખરેખ
    • ન્યાય વિતરણ પ્રણાલીમાં પ્રણાલીગત સુધારા માટે યોજનાઓ ઘડવી