Close

    માનનીય ન્યાયમૂર્તિ ડો. ધનંજય વાય. ચંદ્રચૂડ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા

    2020082939-ouochc3vg48n67zh41untu8p6n80fjw176qvd94ykw
    • હોદ્દો: પેટ્રન-ઇન-ચીફ અને અધ્યક્ષ

    સેન્ટ સ્ટીફન્સ કોલેજ, નવી દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. વીથ ઓનર્સની ડિગ્રી ધરાવે છે. કેમ્પસ લૉ સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી તેમજ એલએલએમ અને એસ.જે.ડી. હાર્વર્ડ લૉ સ્કૂલ, યુ.એસ.એ.માં કરેલ છે. બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં એનરોલ થઇ મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટ અને ભારતની સર્વોચ્ચ અદાલતમાં પ્રેક્ટિસ કરી. ૧૯૯૮માં સિનિયર એડવોકેટ અને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયાં.
    મુંબઈ યુનિવર્સિટીમાં તુલનાત્મક બંધારણીય કાયદાના વિઝિટિંગ પ્રોફેસર. ઓક્લાહોમા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉ, યુએસએ ખાતે વિઝિટિંગ પ્રોફેસર.
    ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, હાર્વર્ડ લૉ સ્કૂલ, યેલ લૉ સ્કૂલ અને યુનિવર્સિટી ઑફ વિટવોટર્સરેન્ડ, દક્ષિણ આફ્રિકામાં વ્યાખ્યાનો આપ્યા. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશન ઓન હ્યુમન રાઈટ્સ, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન, યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટલ પ્રોગ્રામ, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સહિત યુનાઈટેડ નેશન્સની સંસ્થાઓ દ્વારા આયોજિત પરિષદોમાં વક્તા.
    ૨૯ માર્ચ, ૨૦૦૦ના રોજ બોમ્બે હાઈકોર્ટની બેંચમાં પદભારિત. મહારાષ્ટ્ર જ્યુડિશિયલ એકેડેમીના નિયામક.
    ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩થી અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.
    ૧૩ મે, ૨૦૧૬ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પદભારિત થયા.
    ૯ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.