Close

    હાઇકોર્ટ ખાતે ઇ-સેવા કેન્દ્ર

    eseva_kendra
    1. માનનીય ઇ-કમિટી, ભારતની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાના આધારે, ગુજરાત ઉચ્ચ અદાલતના ગેટ નંબર-૨ પર એક ઇ-સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને તેને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથના માર્ગદર્શન અને નિર્દેશો અનુસાર સોમવાર, ૨જી ઓગસ્ટ, ૨૦૨૧થી કાર્યરત કરવામાં આવ્યું છે.
    2. આ પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર વિદ્વાન વકીલો, અરજદારો અને નાગરિકોને આ સાથે જોડાયેલ યાદી મુજબ વિવિધ પ્રકારની ઇ-સેવાઓ પૂરી પાડે છે. ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા અનુસાર ઈ-સેવા કેન્દ્રમાં કોઈ પ્રિન્ટિંગ સુવિધા રહેશે નહીં.
    3. માત્ર ઉચ્ચ અદાલતના જ નહીં પરંતુ ગુજરાતના જિલ્લા ન્યાયતંત્રની તમામ અદાલતોના, કોઈપણ કેસની સ્થિતિ, આ ઇ-સેવા કેન્દ્ર પર ઉપલબ્ધ છે. કેસની સ્થિતી, એકવાર ઈ-મેલ દ્વારા મેળવ્યા બાદ, કેસમાં કોઈપણ અપડેટ હશે ત્યારે આપમેળે મોકલતું રહેશે, જ્યાં સુધી તેનો આખરી નિકાલ ન થાય.
    4. ઇ-સેવા કેન્દ્ર મુલાકાતીઓ માટે બે ટચ સ્ક્રીન કિઓસ્કથી સજ્જ છે જેથી તેઓ સ્વયં કેસની સ્થિતિ જાણી શકે. ગુજરાત ઉચ્ચ અદાલતના કેસોના ઈ-ફાઈલિંગમાં મુલાકાતીઓને માર્ગદર્શન આપવા અને મદદ કરવા માટે એક ઈ-ફાઈલિંગ હેલ્પડેસ્ક પણ મુકવામાં આવેલ છે.
    5. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (GSLSA) ના બે પેરા લીગલ વોલેન્ટીયર્સ (PLVs) દ્વારા ઇ-સેવા કેન્દ્રમાં કાનૂની સહાય અને સલાહ માટેની સુવિધા પણ સામેલ કરવામાં આવ્યો છે.
    6. ઇ-સેવા કેન્દ્ર ઉચ્ચ અદાલતના તમામ કામકાજના દિવસોમાં કાર્યરત રહેશે છે. ઉચ્ચ અદાલતના ટોલ ફ્રી નંબર-૧૪૬૧૬ પર ઇ-સેવા કેન્દ્ર પર ટેલિફોનિક પૂછપરછ કરી શકાય છે. ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારના ઇ-સેવા કેન્દ્રો ખોલવામાં આવનાર છે.