Close

    વીડિયો કોન્ફરન્સિંગ, ઈ-મેલ ફાઇલિંગ અને ઈ-ફાઇલિંગ

    efiling
    1. વીડિયો કોન્ફરન્સિંગ અને ઇમેઇલ ફાઇલિંગને અપનાવ્યા પછી, વીસી હીયરીંગ સેશન્સ સાથે સરળતાથી જોડાવાની સુવિધા માટે, એસ. એમ. એસ. અને ઇમેઇલ દ્વારા એડવાન્સ વીસી લિંક્સ મોકલવા માટે સોફ્ટવેર આધારિત ઓટોમેશન, પબ્લીશ્ડ કોઝ લીસ્ટ સાથે સંકલનમાં વિકસાવવામાં આવ્યું હતું. ઇન્સ્ટંટ એસ.એમ.એસ. કોલઆઉટ સુવિધા કોર્ટ માસ્ટર્સ દ્વારા ઉપયોગ માટે વિકસાવવામાં આવી હતી, જેથી વકીલોને વીસી સુનાવણી સત્રોમાં જોડાવા માટે એસ.એમ.એસ. એલર્ટ્સ જારી કરી શકાય.
    2. તા.૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ થી, સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી દ્વારા વિકસાવવામાં આવેલી ઇ-ફાઇલિંગ સુવિધા પસંદગીના શ્રેણીના કેસો માટે શરૂ કરવામાં આવી હતી, સાથે સાથે કોન્ટેક્ટલેસ ફીઝીકલ ફાઇલિંગ કાઉન્ટરોની સ્થાપના પણ કરવામાં આવી હતી.
    3. કોવિડ-૧૯ મહામારીના હુમલાથી લઇને તા.૧૧/૦૮/૨૦૨૧ સુધી ગુજરાત હાઈકોર્ટની કામગીરી વિડિયો કોન્ફરન્સિંગ પદ્ધતિ દ્વારા કરવા સુધી, હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી ન્યાયિક કામગીરીથી ૧૦૧૩૧૧ કેસો ફાઇલ કરવા સામે ૭૯૦૯૩ કેસોના નિકાલ સાથે ૭૮% કેસ ક્લિયરન્સ રેટ (સીસીઆર) પ્રાપ્ત થયો હતો. આ આંકડામાં કુલ ૨૨૦૭૦ વચગાળાની અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને ૧૭૧૩૫ વચગાળાની અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. જો માત્ર મેઇન મેટર્સ ધ્યાનમાં લેવામાં આવે તો કેસ ક્લિયરન્સ રેટ (સી.સી.આર.) સમાન એટલે કે ૭૮% આવે છે.
    4. રાજ્યની ઉચ્ચ અદાલત અને તાબાની અદાલતો માટે વીડિયો કોન્ફરન્સિંગ નિયમોને ઇ-કમિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના મોડેલ વીડિયો કોન્ફરન્સિંગ નિયમોના આધારે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તા.૨૨/૦૧/૨૦૨૧ ના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.