Close

    કેસની સમગ્ર લાઇફ સાયકલ માટે ઇમેઇલ નોટીફીકેશન અપડેટ્સ

    email_adv
    1. મેટર્સના લીસ્ટીંગ બાબતે અને આદેશો ચુકાદાઓ અપલોડ કરવા માટે તમામ વિદ્વાન વકીલોને ઇમેઇલ નોટીફીકેશન પહેલેથી જ મોકલવામાં આવી રહ્યા હતા. મહામારીની કટોકટી દરમિયાન, પરીસરમાં ભૌતિક પહોંચમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો; માનનીય મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી આઇસીટી અને ઇ-ગવર્નન્સ કમિટીએ ઇમેઇલ નોટીફીકેશન્સ દ્વારા મહત્તમ કેસ અપડેટ્સ શેર કરવા પર વિશેષ ભાર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. તદનુસાર, ફાઇલિંગ, રજીસ્ટ્રેશન, સ્ક્રુટીની, ડીસ્પોસલ, આદેશો અને ચુકાદાઓ અપલોડ કરવા અને પ્રોસેસ ઇસ્યુ કરવા જેવી ઘટનાઓ બાબતે વિદ્વાન વકીલો અને પાર્ટી ઇન પર્સન્સ માટે ઓટોમેટીક ટ્રાન્સ્મીશન ઓફ ઇમેઇલ નોટીફીકેશન્સ વિકસાવવામાં આવ્યું હતું અને તેનો અમલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પેરિફેરી સોફ્ટવેરના ઇ-રીટ મોડ્યુલના પ્રારંભ સાથે ડિજીટલ હસ્તાક્ષરિત જામીન આદેશો આપમેળે સંબંધિત તાબાની અદાલત અને વિદ્વાન વકીલોને મોકલવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
    2. કેવીએટ ફાઇલિંગ, કેવીએટ મેચીંગ અને સર્ટીફાઇડ કોપીની પ્રગતી પર ઇમેઇલ સૂચનાઓ વિદ્વાન વકીલો માટે આ સેવાઓમાં વાસ્તવિક મૂલ્યવર્ધન સાબિત થઈ છે. હવે, હાઈકોર્ટના કેસની સમગ્ર લાઇફ સાયકલને તમામ ઘટનાઓ અને કેસની અપડેટ્સ પર ઇમેઇલ સૂચના સાથે આવરી લેવામાં આવે છે. માનનીય મુખ્ય ન્યાયાધીશના વિઝન અને હાઈકોર્ટની આઇસીટી અને ઇ-ગવર્નન્સ કમિટીના માનનીય ન્યાયાધીશોના માર્ગદર્શન અનુસાર, રાજ્યની તમામ તાબાની અદાલતો માટે ફાઇલિંગ, રજીસ્ટ્રેશન, આગામી તારીખ, ડીસ્પોઝલ અને આદેશ ચુકાદો અપલોડ કરવા માટે ઇમેઇલ નોટીફીકેશન્સના અમલીકરણ સાથે ઇમેઇલ આધારિત સેવાઓ પર ભાર મૂકવામાં આવી રહેલ છે.