Close

    ઉચ્ચ અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ

    youtube2
    1. માનનીય મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની અન્ય એક દૂરદર્શી પહેલ એ છે કે ૨૬મી ઓક્ટોબર, ૨૦૨૦થી યુટ્યુબ પર મુખ્ય ન્યાયાધીશની અદાલતી કાર્યવાહીનું પ્રાયોગિક જીવંત પ્રસારણ, જે ૧૭મી જુલાઈ, ૨૦૨૧ના રોજ ઉચ્ચ અદાલતની અન્ય બેંચો માટે ઔપચારિક રીતે ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી એન. વી. રમન્ના દ્વારા, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ઇ-સમિતિના અધ્યક્ષ, માનનીય ન્યાયમૂર્તિશ્રી ડૉ.ડી. વાય. ચંદ્રચૂડ અને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિશ્રી એમ. આર. શાહની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું.તે જ દિવસે, ગુજરાત ઉચ્ચ અદાલત (અદાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ) નિયમો, ૨૦૨૧ પણ બહાર પાડવામાં આવ્યા અને તેને અસરકારક બનાવવામાં આવ્યા.
    2. ગુજરાત ઉચ્ચ અદાલત આજે એટલે કે ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૧થી અદાલતના પ્રત્યક્ષ કામકાજ તરફ વળ્યા પછી પણ અદાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ ચાલુ રાખ્યું છે.ઉચ્ચ અદાલતની આઇસીટી અને ઇ-ગવર્નન્સ સમિતિના અધ્યક્ષ તરીકે માનનીય મુખ્ય ન્યાયાધીશ અને માનનીય ન્યાયાધીશોના માર્ગદર્શન અને નિર્દેશનના આધારે, ઇન્ફર્મેશન ટેકનોલોજી સેલે કોમ્પ્યુટર સિસ્ટમ્સ, વેબ કેમેરા, ડિજિટલ ઓડિયો ઇન્ટરફેસ અને જાહેર સંબોધન પ્રણાલીઓનો ઉપયોગ કરીને અદાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માટે આંતરિક તકનીકી ઉકેલ અમલમાં મૂક્યો હતો, જે નીચે આપેલા ફોટોગ્રાફ્સમાં બતાવ્યા પ્રમાણે છે.
    3. આ ઉકેલના અમલીકરણ સાથે, ઉચ્ચ અદાલતની તમામ અદાલતો હવે બેન્ચ તેમજ વિદ્વાન વકીલો માટે માઇક્રોફોન અને સ્પીકરથી પણ સજ્જ છે, જે કોર્ટમાં હાજર તમામ લોકો માટે સાંભળવાની સરળતા પૂરી પાડે છે.આ માળખું ધીમે ધીમે તેની સાથે કામ કરવાના અનુભવ અને વપરાશકર્તાઓના ઇનપુટ્સ/સૂચનોના આધારે સુધારવામાં આવશે.
    4. ઉચ્ચ અદાલતની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જે હવે ૭૫૦૦૦ દર્શકોને સ્પર્શી રહ્યું છે અને કુલ ૫૩ લાખ લોકોએ તેને જોયું છે.
    5. આ અમલીકરણ સાથે, ગુજરાત ઉચ્ચ અદાલતે ફરીથી હિતધારકોની અપેક્ષાઓને જાળવી રાખી છે, કોર્ટની પ્રત્યક્ષ કામગીરી દરમિયાન પણ જીવંત પ્રસારણ દ્વારા ઓપન કોર્ટની વિભાવનાની અનુભૂતિને જાળવી રાખી છે.