ઈમેલ માય કેસ સ્ટેટસ સર્વિસ – કોઈપણ અને દરેક જણ માટે કોઈપણ કેસના ઑટોમેટિક ઈમેઈલ અપડેટ્સ
- ન્યાયની પહોંચના ઉમદા હેતુને આગળ વધારવા અને તેની માહિતીની સરળ ઉપલબ્ધતાને આગળ વધારવા માટે; રાજ્યની તમામ અદાલતો માટે એક અનોખી પાથ બ્રેકિંગ લિટિગન્ટ સેન્ટ્રીક સર્વિસ વિકસાવવામાં આવી છે; જેના દ્વારા કોઈપણ અને દરેક જણ, કોઈપણ કેસના વર્તમાન તેમજ તેના નિકાલ સુધીના વધુ અપડેટ્સ, સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા સ્વચાલિત ઈમેલ દ્વારા મેળવી અનુસરી શકે છે.
- માનનીય મુખ્ય ન્યાયમૂર્તિશ્રી દ્વારા પરિકલ્પિત અને આઇસીટી અને ઇ-ગવર્નન્સ કમિટીના માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના માર્ગદર્શન મુજબ અમલમાં મૂકાયેલ દેશમાં આ પ્રકારની પ્રથમ સેવા, આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક વર્ચ્યુઅલ પૂછપરછ કાઉન્ટરની જેમ કામ કરી રહી છે; ૨૭૦૦થી વધુ સબ્સ્ક્રાઇબર્સ દ્વારા સ્વચાલિત ભાવિ અપડેટ્સ માટે ઉચ્ચ અદાલતના ૬૦૦૦ થી વધુ કેસો સબસ્ક્રાઇબ થયેલ છે.
- ઈમેલ માય કેસ સ્ટેટસ સેવા કેસના આખરી નિકાલ સુધી, કેસના આદેશ/ચુકાદાઓ સાથે ઈમેલ દ્વારા વર્ચ્યુઅલ ઈન્ક્વાયરી કાઉન્ટર સર્વિસ કેસ અપડેટ તરીકે અસરકારક રીતે સેવા આપે છે. આનાથી સરકારી કાયદા કચેરીઓ, સરકારી કચેરીઓ અને વિભાગોને તેમના કેસોનું અસરકારક રીતે અનુસરણ કરવામાં વધુ મદદ મળી છે. આ પક્ષકાર મૈત્રીપૂર્ણ સેવાના અમલીકરણથી ન્યાય મેળવવાના અધિકારને ફળીભૂત કરવામાં આવ્યો છે, જેમાં ન્યાય વિશેની માહિતીની સરળ ઉપલબ્ધતાનો અધિકાર પણ સામેલ છે.