Close

    એનસ્ટેપ

    પરંપરાગત પદ્ધતિઓ દ્વારા સમન્સ અને પ્રોસેસ ની બજવણી એ મોટે ભાગે કેસના ઝડપી નિરાકરણ માં અનિવાર્ય વિલંબ નું કારણ બને છે. NSTEP એ પ્રોસેસ બજવણી ના ટ્રેકિંગ માટેની એક કેન્દ્રીકૃત એપ્લિકેશન છે, જેમાં એક વેબ એપ્લિકેશન અને એક પૂરક મોબાઈલ એપ્લિકેશન નો સમાવેશ થાય છે, જે આ પ્રક્રિયા ને સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. બેલિફ અને પ્રોસેસ બજવણી કરનાર ને આપવામાં આવેલી NSTEP મોબાઈલ એપ્લિકેશન, નોટિસ અને સમન્સ ની બજવણી ના વાસ્તવિક ટ્રેકિંગ ને પારદર્શક બનાવે છે. જ્યારે સી.આઇ.એસ. સોફ્ટવેર થકી જે તે અદાલત દ્વારા પ્રોસેસ સ્વીકારવામાં આવશે, તે ઈલેક્ટ્રોનિક સ્વરૂપ માં NSTEP વેબ એપ્લિકેશન પર ઉપલબ્ધ બનશે. પબ્લિશ થયેલી પ્રોસેસ જેના કાર્યક્ષેત્ર માં આવતી હોય તે બેલીફ ને તેની ફાળવણી NSTEP વેબ એપ્લિકેશન શક્ય બનાવે છે. તદુપરાંત, તે આંતર રાજ્ય કે આંતર જિલ્લા અદાલત મહેકમોમાં પબ્લિશ થયેલી પ્રોસેસ ની ફાળવણી સરળ બનાવે છે.

    NSTEP મોબાઈલ એપ્લિકેશન પર બેલીફ તેમને ફાળવેલી પ્રોસેસ જોઈ શકે છે. બેલીફ ને એન્ડ્રોઇડ સ્માર્ટફોન આપવામાં આવી રહ્યા છે કે જે અદાલત ની સેવાઓ ના મોડ્યુલ સાથે સંકલિત છે. બેલીફ જી પી એસ લોકેશન, પ્રોસેસ મેળવનાર નો અથવા સ્થળ(જ્યારે પ્રોસેસ બજવવા કોઈ ઉપલબ્ધ ન હોય) નો ફોટો, મેળવનાર ની સહી તથા બજવણી ન થઈ હોય તો તે જ સ્થળે તેના કારણો ની નોંધ કરી શકે છે. આ નોંધ કરેલી માહિતી તાત્કાલિક કેન્દ્રિકૃત NSTEP એપ્લિકેશન ને મળે છે. NSTEP વેબ એપ્લિકેશન થી માહિતી સી.આઇ.એસ. ને મળે છે, જેથી અદાલત બજવણી ની સ્થિતિ ટ્રેક કરી શકે છે. આમ, NSTEP નીચે મુજબના નોંધપાત્ર ધ્યેય પૂરા કરે છે:-

    • ઈલેક્ટ્રોનિક સ્વરૂપ માં નોટિસ/ સમન્સ ની બજવણી શક્ય બનાવે છે.
    • દુર્ગમ સ્થળો થી માહિતીની વાસ્તવિક ખતવણી તથા નોંધણી, જેથી પ્રોસેસ બજવણી માં થતાં બિનજરૂરી વિલંબ માં ઘટાડો થશે.
    • ઈલેક્ટ્રોનિક સ્વરૂપ માં બજવણી કરવાથી ટપાલ દ્વારા આંતર રાજ્ય કે આંતર જિલ્લા પ્રોસેસ ની બજવણી માં લાગતા સમય માં તીવ્ર ઘટાડો થશે.
    • તમામ હિતધારકો દ્વારા પ્રોસેસ અને સમન્સ ની બજવણી નું પારદર્શક ટ્રેકિંગ.
    • ભુવન મેપ્સ સાથે જી.પી.એસ. કનેક્ટિવિટી ( ઈસરો દ્વારા વિકસિત ભારત નું જીઓ–પ્લેટફોર્મ.