ઇ-જેલ
ઇ-પ્રિઝન્સ એપ્લીકેશન જેલ અને જેલ વ્યવસ્થાપન સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓને સંકલિત કરે છે. તે અદાલતોને, જેલ અધિકારીઓને તેમજ ફોજદારી ન્યાયપ્રણાલી સાથે સંકળાયેલ અન્ય એકમોને જેલોમાં બંધ કેદીઓ બાબત રીઅલ ટાઇમ ધોરણે બહોળી માહિતી પૂરી પાડે છે. તે ઓનલાઇન વિઝિટ રીક્વેસ્ટ અને ફરિયાદ નિવારણ ઉપલબ્ધ કરે છે.
આ એપ્લીકેશનમાં મુખ્ય ત્રણ ભાગોનો સમાવેશ થાય છે.
૧. ઇ-પ્રિઝન્સ એમ.આઇ.એસ. : જેલો ખાતે તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતી વ્યવસ્થાપન માહિતીપ્રણાલી.
૨. એનપીઆઇપી: નેશનલ પ્રિઝન્સ ઇન્ફોર્મેશન પોર્ટલ એ નાગરિક કેન્દ્રી પોર્ટલ છે, જેના પર દેશ માંની વિવિધ જેલોના આંકડાં દર્શાવવામાં આવે છે.
૩. કારા બાઝાર: દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓ દ્વારા ઉત્પાદિત સામગ્રીના પ્રદર્શન અને વેચાણ માટેનું પોર્ટલ.