Close

    ઉચ્ચ અદાલતો માટે એન.જે.ડી.જી. ની શરૂઆત

    Publish Date: May 25, 2021
    njdg-launch

    તા.૩ જુલાઇ ૨૦૨૦ ના રોજ ઇ-કમિટીના ચેરપર્સન શ્રી માનનીય ડો. ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા, સચિવ (ન્યાય) શ્રી બરુન મિત્રા, ઇ-કમિટીના વાઇસ ચેરમેન માનનીય ન્યાયમૂર્તિ શ્રી આર.સી.ચવાન, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ શ્રી સંજીવ કલગાંવકર અને ઇ-કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં ભારતના એટર્ની જનરલ શ્રી કે.કે. વેણુગોપાલ દ્વારા વડી અદાલતો માટે નેશનલ જ્યુડીશીયલ ડેટાગ્રીડ (એન.જે.ડી.જી.)ની શરૂઆત કરવામાં આવી હતી.

    એન.જે.ડી.જી. કેસ ડેટાનો એવો ભંડાર છે જે સ્થિતિસ્થાપક શોધ વિશેષતાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. ૨૩ જુલાઇ, ૨૦૨૦ સુધીમાં જીલ્લા અને તાલુકા અદાલતો માટે એન.જે.ડી.જી. પર ૩,૩૪,૧૧,૧૭૮ પડતર કેસોનો ડેટા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ડેટા http://njdg.eCourts.gov.in/hcnjdgnew/ પર ઉપલબ્ધ છે.

    વડી અદાલતો માટે એન.જે.ડી.જી. પર ૪૩,૭૬,૨૫૮ પડતર કેસોનો ડેટા ઉપલબ્ધ છે, જે http://njdg.eCourts.gov.in/hcnjdgnew/ પર સુગમ્ય છે.

    એન.જે.ડી.જી. ની સ્થાપનાની વિશ્ર્વ બેન્ક દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે, જેણે ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં ભારતનું ક્રમાંકન ૨૦ આંક સુધારવામાં ભાગ ભજવ્યો છે.