Close

    નેશનલ જયુડીશીયલ ડેટા ગ્રીડ

    njdg

    NJDG ઈ-કોર્ટ પ્રોજેકટના અગ્રીમવાહક તરીકે અમલ કરવામાં આવેલ, તેણે ભારત સરકારની ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ પહેલના મહત્વ પૂર્ણ નવપરિવર્તન તરીકેની ઓળખ પ્રાપ્ત કરી છે. આ પોર્ટલ દેશના તમામ જીલ્લાુઓ અને તાલુકાઓના ન્યાવયાલયો સમક્ષ પડતર અને નિકાલ થયેલ કેસોના ડેટા સાથે સંબંધિત રાષ્ટ્રી ય સંગ્રહ છે. આ પોર્ટલ કેસ સંચાલન અને દેખરેખને અસરકારક બનાવતી ઈલાસ્ટી્ક સર્ચ ટેકનોલોજીના વિચાર અનુસાર વિકસાવવામાં આવેલું છે, જેથી કેસોના અસરકારક નિકાલ તરફનું પ્રયાણ શકય બની રહ્યું છે.

    પોર્ટલ પર અપલોડ અને સંગ્રહીત કરેલો ડેટા નીચે મુજબની શ્રેણીઓ અનુસાર એકસેસ કે વિશ્‍લેષીત કરી શકાય છે.

    • શ્રેણી અનુસાર,
    • વર્ષ અનુસાર,
    • રાજય અનુસાર,
    • તમામ સંસ્‍થાઓ દ્વારા મહિના અનુસાર નિકાસ થયેલ કેસો મુજબ
    • દાવાના વિવિધ સ્‍તરો જેવા કે, ઉદ્‌ભવ / અપીલી / અમલવારી અનુસાર
    •  વિલંબના કારણો

    NJDG દેશની તમામ અદાલતો સમક્ષ દાખલ થયેલ, નિકાલ થયેલ અને પડતર કેસોની સંચિત સંખ્યાી દર્શાવે છે. આ આંકડાઓ સંબંધિત અદાલતો દ્વારા દરરોજ અદ્યતન બનાવવામાં આવે છે. આ વેબસાઈટ દાખલ થયેલ અને પડતર કેસોની સંખ્યાર દર્શાવે છે. વેબસાઈટનો ઉપયોગ કરનાર જેતે કેસની માહિતી સુધી પહોંચી શકે છે. દિવાની અને ફોજદારી હુકુમત ક્ષેત્રને આધારે વર્ગીકૃત કરેલ કેસોને સમયગાળાની શ્રેણીઓ, જેવી કે, 10 વર્ષથી વધુ જૂના કેસો, 5 થી 10 વર્ષ જૂના કેસો વિગેરે માં વર્ગીકૃત કરી શકાય છે. રાષ્ટ્રી ય, રાજય અને જીલ્લા સ્તરરે પડતર કેસો સંબંધિત ડેટા ખુલ્લોસ અને જાહેરક્ષેત્રમાં છે.