ગુજરાત ઉચ્ચ ન્યાયાલય
ભૂતપૂર્વ બોમ્બે રાજ્યના મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વિભાજનના પરિણામે તા.૧લી મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી કે. ટી. દેસાઈ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી જે. એમ. શેલત, માનનીય ન્યાયમૂર્તિ શ્રી એન. એમ. મિયાભોય અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી. બી. રાજુએ કનિષ્ઠ ન્યાયમૂર્તિ તરીકે ખંડપીઠ શોભાવી હતી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચે મુજબના નાગરિક કેન્દ્રિત, અરજદારને અનુકૂળ, તેમાંના ઘણી અનન્ય અને પથપ્રદર્શક દેશ પ્રથમ એવી પહેલ હાથ ધરવામાં આવેલ.
- ઈમેલ માય કેસ સ્ટેટસ સર્વિસ – કોઈપણ અને દરેક જણ માટે કોઈપણ કેસના ઑટોમેટિક ઈમેઈલ અપડેટ્સ
- યુટ્યુબ અને અધિકૃત ટેલિગ્રામ ચેનલ પર લાઈવ ડિસ્પ્લે બોર્ડ
- હાઇકોર્ટ ખાતે ઇ-સેવા કેન્દ્ર
- ઉચ્ચ અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ
- રાજ્યભરની જેલોના કેદીઓ માટે નવી ઈ-સેવાઓની શરૂઆત
- વીડિયો કોન્ફરન્સિંગ, ઈ-મેલ ફાઇલિંગ અને ઈ-ફાઇલિંગ
- કેસની સમગ્ર લાઇફ સાયકલ માટે ઇમેઇલ નોટીફીકેશન અપડેટ્સ
- ન્યાયિક અધિકારીઓને ઈ-મેલ નોટીફીકેશન સેવાઓ