Close

    ૨૦૨૧ વિકલાંગોના સશક્તિકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર- સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહનના સાધન/સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી

    ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા વિકલાંગોના સશક્તિકરણમાં સંકળાયેલી સંસ્થાઓ માટેનો – સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહનના સાધન/સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી – વર્ષ ૨૦૨૧નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય ન્યાયપ્રણાલીના ડિજિટલ માળખાને વિકલાંગ વ્યક્તિઓ માટે વધુ સુગમ્ય બનાવવાનું કાર્ય ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીના કાર્યોનો કેન્દ્રિય ઘટક રહ્યો છે. ભારતના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. ડી.વાય. ચંદ્રચુડે, કે જેઓ ઇ-કમિટીના પેટ્રોન-ઇન-ચીફ અને ચેરમેન પણ છે તેમણે, તમામ ઉચ્ચ ન્યાયાલયોને, તેમના શ્રેણીબદ્ધ હસ્તક્ષેપો સૂચવતાં વિકલાંગોના બંધારણીય અને વૈધાનિક અધિકારોને અનુરૂપ, તેમનાં ડિજીટલ માળખાંને વિકલાંગો માટે સુગમ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ ઉદ્દેશ સબબ ઇ-કમિટીના પ્રયાસોનું એક નોંધપાત્ર સીમાચિહ્ન તેમાં પરિણમ્યું કે, તમામ ઉચ્ચ ન્યાયાલયોની વેબસાઇટ્સ, ઇ-કમિટી અને ઇ-કોર્ટની તમામ વેબસાઇટ્સ અને ચુકાદા શોધ પોર્ટલને વિકલાંગ વ્યક્તિઓ માટે સુગમ્ય બનાવવામાં આવ્યા. કાનૂની વ્યાવસાયિકો કે જે વિકલાંગ છે તેમનાં માટે આ પગલાં તેમને, શારિરીક રીતે સક્ષમ તેમનાં સમકક્ષો સાથે સમાન સ્તરે, વ્યવસાયમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને તે સુગમ્ય અને સમાવેશી કાનૂની પ્રણાલી બનાવવાની દિશામાં એક પહેલ છે.

    પુરસ્કાર સમારોહ જોવા માટે તમે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://www.youtube.com/watch?v=yj5bof1wIGs

    Picture2

    પુરસ્કારની વિગતો

    નામ: વિકલાંગોના સશક્તિકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર-

    Year: 2023