૨૦૨૦ ડિજીટલ ઇન્ડિયા એવોર્ડ – પ્લેટિનીયમ એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન ડિજીટલ ઇ-ગવર્નન્સ
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને વર્ષ ૨૦૨૦ નો એક્સલેન્સ ઇન ડિજીટલ ગવર્નન્સ માટેનો પ્લેટીનીયમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઇ-સમિતિએ તેની નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સંખ્યાબંધ ડિજિટલ સુધારાઓ સાથે, ખાસ કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન, ન્યાય મેળવવાના મૂળભૂત અધિકારને જીવનમાં લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. મહામારી દરમિયાન ઇ-કોર્ટ્સ પ્રોજેક્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલ ડિજિટલ માળખાગત સુવિધાનો ઉપયોગ કરીને વીડિયો કોન્ફરન્સિંગથી અદાલતો દ્વારા ૫૫,૪૧૭,૫૮ કેસોની સુનાવણી કરવામાં આવી હતી, જે ભારતને ઇ-કમિટી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેસ ચલાવવામાં વિશ્વમાં અગ્રસર બનાવે છે. વર્ચ્યુઅલ કોર્ટ્સ મારફત દંડ તરીકે રુ. ૨૫૦ કરોડની ચુકવણી ઓનલાઇન કરવામાં આવી છે.
નાગરિકો ઇ-કોર્ટ્સ વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, એસ.એમ.એસ. અને ઇ-મેલ સેવાઓ મારફત ગમે ત્યાં અને કોઈપણ સમયે કેસ સ્ટેટસ, કોઝ-લિસ્ટ, અદાલતના હુકમો મેળવી શકે છે. નાગરિકો, મુકદ્દમાના પક્ષકારો અને વકીલો ૧૩.૭૯ કરોડ કેસો અને ૧૩.૧૨ કરોડ હુકમો અને ચુકાદાઓની વિગતો ૨૪X૭ ઑનલાઇનથી વિના મુલ્યે મેળવી શકે છે.
ન્યાયિક પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરવા માટે કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ ૩૨૯૩ અદાલત સંકુલોમાં લાગૂ કરવામાં આવી છે. ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં, ઇ-તાલ મારફત રુ. ૨૪૨ કરોડના ઇ-ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે, જે ઇ-કોર્ટ સેવાઓની સફળતા અને સામાન્ય નાગરિકો સુધીની પહોંચ પર પ્રકાશ પાડે છે.
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (એન.જે.ડી.જી.) એ ઇ-કમિટીનો મુખ્ય પ્રોજેક્ટ છે, જે દેશમાં પડતર કેસો પર નજર રાખે છે અને આ માહિતીને સાર્વજનિકપણે ઉપલબ્ધ કરાવીને ન્યાયપ્રણાલીની કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
ઇ-કમિટીએ નેશનલ સર્વિસ એન્ડ ટ્રેકિંગ ઓફ ઇલેક્ટ્રોનિક પ્રોસેસ (એન.એસ.ટી.ઇ.પી.)થી ન્યાયાલયોની પ્રોસેસીસ પહોંચાડવું ડિજિટાઇઝ કર્યું છે.
ઇ-કમિટીએ અદાલતોની વેબસાઇટ્સને સુગમ્ય બનાવી, ઓનલાઇન કેસો દાખલ કરવા માટે ઇ-ફાઇલિંગ શરૂ કરી અને દૃષ્ટિહીન વ્યક્તિઓને સરળતાં રહે તેવાં ફોર્મેટમાં હુકમો અને ચુકાદાઓ ઉપલબ્ધ કરાવીને ડિજિટલ સેવાઓ સહિત ન્યાયિક પ્રક્રિયાઓને વિકલાંગો માટે સુગમ્ય બનાવવાની પણ પહેલ કરી છે.
ડિજિટલ સુધારાઓથી ન્યાયતંત્રમાં ક્રાંતિ લાવવા ઉપરાંત, મહામારી દરમિયાન (મે ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦) ઇ-કમિટીના તાલીમ કાર્યક્રમો ૧.૬ લાખ વકીલો, ન્યાયાધીશો અને અદાલતના કર્મચારીઓ સુધી પહોંચ્યા છે.
પુરસ્કારની વિગતો
નામ: એક્સલેન્સ ઇન ડિજીટલ ગવર્નન્સ માટેનો પુરસ્કાર
Year: 2020