Close

    સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પુરી પાડવામાં ઉત્કૃષ્ટતા માટે ૨૦૨૨ રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર

    2022goldaward

    ભારતની સર્વોચ્ચ અદાલત અને ન્યાય વિભાગની ઈ-કમિટીને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા ૱.પ લાખ રોકડ, ટ્રોફી તેમજ જજમેન્ટ એન્ડ ઓર્ડર સર્ચ પોર્ટલ માટે પ્રમાણપત્રના પુરસ્કાર સાથે સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પ્રદાન કરવા માટે ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તા.૨૬મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ જમ્મુમાં આયોજિત ૨૫મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ (NceG)માં, આ પુરસ્કાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો.
    જજમેન્ટ એન્ડ ઓર્ડર સર્ચ પોર્ટલ
    અહીં ક્લિક કરો https://judgments.ecourts.gov.in/pdfsearch/index.php

    • જજમેન્ટ એન્ડ ઓર્ડર્સ સર્ચ પોર્ટલ ૨૪x ૭ નાગરિક કેન્દ્રિત સેવા પૂરી પાડે છે.
    • ૧ કરોડથી વધુ ઉચ્ચ અદાલત ચુકાદાઓની મફત પીડીએફ ડાઉનલોડ.
    • પક્ષકાર/નાગરિક/વપરાશકર્તા ઉચ્ચ અદાલત જજમેન્ટ્સ પોર્ટલની આ સેન્ટ્રલાઈઝ ડિપોઝિટરીમાંથી મિનિટોમાં જ ચુકાદાઓની પ્રમાણિત નકલો મેળવી શકે છે.
    • પોર્ટલ ઉપલબ્ધતા અનુરૂપ છે, અને ચુકાદાઓ દિવ્યાંગજનો માટે ડિજિટલી ઉપલબ્ધ છે.
    • જજમેન્ટ સર્ચ પોર્ટલ ન્યાય સુધી પહોંચવાના અધિકારના બંધારણીય આદેશ પર આધારિતછે,જેમાં ચુકાદા/આદેશની ઉપલબ્ધતાના અધિકારનો સમાવેશ થાય છે

    award1

    પુરસ્કારની વિગતો

    નામ: સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પુરી પાડવામાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર

    Year: 2022