ન્યાયિક ક્ષેત્રમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ ભારતની સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી દ્વારા ‘ભારતીય ન્યાયતંત્રમાં આઇ.સી.ટી.ના અમલીકરણ માટે નેશનલ પોલિસી એન્ડ એક્શન પ્લાન’ ની તૈયારી સાથે શરૂ થયો હતો.
આંતરપ્રયોગયોગ્ય ફોજદારી ન્યાય પ્રણાલી (ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઇસીજેએસ) એ એક મંચ પરથી અદાલત, પોલીસ, જેલો અને ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાઓ જેવા ફોજદારી ન્યાય પ્રણાલીના વિવિધ સ્તંભોમાં ડેટા અને માહિતીના અસ્ખલિત આદાન-પ્રદાન ને સક્ષમ બનાવવા માટેની ઇ-સમિતિની પહેલ છે.
આઇ.સી.જે.એસ. મંચની સહાયથી, એફઆઈઆર અને ચાર્જશીટનો ડેટા તમામ ઉચ્ચ અદાલતો અને નીચલી અદાલતો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કોર્ટ ના ઉપયોગ માટે એફઆઈઆર, કેસ ડાયરી અને ચાર્જશીટ જેવા દસ્તાવેજો પીડીએફ ફોર્મેટમાં પોલીસ દ્વારા અપલોડ કરવામાં આવે છે. ઇ-કમિટી, માહિતીના વિનિમય માટે ડેટા અને મેટાડેટાના માનકકરણના મુદ્દાઓ, ડેટા માન્યતા, સ્વીકૃતિ, વપરાશકર્તા ઓળખ / પહોંચ ઇલેક્ટ્રોનિક રેકર્ડ ના સંગ્રહ અને જાળવણી માટે તકનીકી માળખાગત નિર્માણની પ્રક્રિયાઓ પર પણ સક્રિય રીતે કામ કરી રહી છે.
દરેક રાજ્યમાં આઇસીજેએસના અસરકારક અમલની ખાતરી કરવા માટે, ઉચ્ચ ન્યાયાલયોને આઇપીએસ અધિકારીની સેવાઓ ઉપયોગમાં લેવા વિનંતી કરવામાં આવી છે, જે આઇસીજેએસ પ્લેટફોર્મ પર ડેટાના એકીકરણ માટે મદદરૂપ બનશે. પોલીસ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, વન વિભાગ, મ્યુનિસિપલ ઓથોરિટીઝ, મજૂર કલ્યાણ બોર્ડ, ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ આઇસીજેએસનો ભાગ છે તે સુનિશ્ચિત કરવા ઉચ્ચ ન્યાયાલયોને એક નોડલ અધિકારીની નિમણૂક કરવા વિનંતી છે.
કેસ અને કોર્ટ મેનેજમેન્ટ માટે આઇસીજેએસ પ્લેટફોર્મ એક અસરકારક સાધન છે, કારણ કે કેસની બધી સંબંધિત માહિતી વાસ્તવિક સમયમાં અદાલતો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. અસરકારક સમય સંચાલન સુનિશ્ચિત કરીને ન્યાયિક હુકમો અને સમન્સનું પાલન પણ ઝડપથી કરી શકાય છે. આઇસીજેએસ ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમની ઉત્પાદકતાને ગુણાત્મક અને માત્રાત્મક રીતે વધારવા માટે એક સીમાચિહ્નરૂપ બનશે.