સ્વયંસંચાલિત ઇ મેઇલ
સી.આઇ.એસ. સોફ્ટવેર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે વકીલો અને પક્ષકારોને કેસની સ્થિતિ, આગલી સુનાવણી ની તારીખ, દાવા સૂચિ, ચુકાદા અને આદેશો ની માહિતી ધરાવતા ઇ મેઇલ સ્વયંસંચાલિત રીતે મોકલે છે. ઇચ્છુક યુઝરે સી.આઇ.એસ. સોફ્ટવેર પર યુઝર ઇ મેઇલ ની નોંધણી કરાવવી જરૂરી છે. ત્યારબાદ ઇ મેઇલ પક્ષકારો, વકીલો, પંજીકૃત કાયદા અમલ– બજવણી સંલગ્ન સંસ્થાઓ અને સરકારી વિભાગો ને મોકલવામાં આવે છે. સિસ્ટમ ને એવી રીતે તૈયાર કરવામાં આવેલી છે કે તે દાવા સૂચિ તથા આગલી તારીખો, કેસ ની તબદીલી અને નિરાકરણ જેવી અગત્યની બાબતો ની દૈનિક નોંધ તૈયાર કરે છે. તદુપરાંત, તે આદેશો/ ચુકાદાઓ ને pdf ફોરમેટ માં મેઇલ કરવાનું સુગમ બનાવે છે.