Close

    ઈ – સેવા કેન્દ્ર

    e-SEWA KENDRA

    દરેક રાજયની વડી અદાલતોમાં તથા એક જિલ્લાામાં પ્રાયોગિક ધોરણે ઈ-સેવા કેન્દ્રો સ્થા પવામાં આવેલા છે. તે પક્ષકારો માટે કેસ સ્ટેાટસને લગતી માહિતી તથા ચુકાદા અને હુકમોની નકલો મેળવવામાં મદદ કરે છે. આ કેન્દ્રો કેસના ઈ-ફાઈલીંગ માટે પણ મદદ પુરી પાડે છે. આ કેન્દ્રોા સામાન્યર માણસ માટે અને ન્યાફય મેળવવાના તેના અધિકાર માટે મહત્વનનું પગલું પુરૂં પાડે છે.

    ઈ – સેવા કેન્‍દ્રમાં પુરી પાડવામાં આવતી સુવિધાઓ :

    ઈ-સેવા કેન્‍દ્રો પ્રાથમીક રીતે પક્ષકારો અને વકીલો   માટે નીચે મુજબની સુવિધાઓ પુરી પાડે છે.

    કેસની સ્‍થિતી, સુનાવણીની આગામી મુદત તારીખ અને બીજી માહિતી બાબતેની   પુછપરછમાં મદદ કરવી.

    • ખરી નકલ મેળવવા માટેની ઓન-લાઈન અરજીઓ કરવામાં મદદ કરવી.
    • અરજીઓની હાર્ડ કોપીને સ્‍કેન કરવી, ઈ-સીગ્નેચર (સહી) કરવી, તેને        સી.આઈ.એસ. પર અપલોડ કરવી તથા ફાઈલીંગ નંબર જનરેટ કરવા સહિત    અરજીઓના    ઈ-ફાઈલીંગ કરવામાં મદદ કરવી.
    • ઈ-સ્‍ટેમ્‍પ પેપર / ઈ-પેમેન્‍ટ ઓન-લાઈન ખરીદવામાં મદદ કરવી.
    • આધાર કાર્ડ આધારીત ડીજીટલ સહી માટે આવેદન કરવા તથા તે સહી મેળવવા    માટે મદદ કરવી.
    • eCourts મોબાઈલ એપ્‍લીકેશન એન્‍ડ્રોઈડ અને I.O.S. ઓપરેટીંગ સિસ્‍ટમના      મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે વ્યાપક જાહેરાત કરવી તથા તે માટે મદદ કરવી.
    • જેલમાં રહેલ સંબંધીઓની મુલાકાત માટે ઈ-મુલાકાત ની એપોઈન્‍ટમેન્‍ટ નોંધાવવા         માટે મદદ કરવી.
    • રજા પર ગયેલ ન્‍યાયાધીશોની પૂછપરછનું નિરાકરણ.
    • જિલ્‍લા કાનુની સેવા સત્તામંડળ, હાઈકોર્ટ કાનુની સેવા સમિતિ તથા સુપ્રિમ કોર્ટ      કાનુની સેવા સમિતિ પાસે કેવી રીતે મફત કાનુની સહાય મેળવી શકાય તે અંગે        લોકોને માર્ગદર્શન આપવું.
    • વાસ્‍તવીક અદાલતોમાં ટ્રાફીક ચલણના ફેસલા માટે તથા ટ્રાફિક ચલણના   ઓન-લાઈન   નિવેડા માટે તથા બીજા નાના ગુનાઓના નિવેડા માટે મદદ કરવી.
    • વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા અદાલતની સુનાવણીના આયોજન માટેની પઘ્‍ધતિઓની   સમજણ આપવી.
    • ન્‍યાયીક હુકમો / ચુકાદાઓની સોફટ કોપીઓ ઈ-મેઈલ, વાટ્‍સએપ અથવા બીજા   ઉપલબ્‍ધ માઘ્‍યમો દ્વારા પુરી પાડવી.