જીલ્લા અદાલત પોર્ટલ
![districts courts portal](https://cdnbbsr.s3waas.gov.in/s388ef51f0bf911e452e8dbb1d807a81ab/uploads/2020/07/2020071078.png )
એક કેન્દ્રિત પોર્ટલ જે ઉપયોગકર્તાને દેશની જીલ્લા અદાલતની વેબસાઇટો પર લઇ જાય છે. આ પોર્ટલ કે જે ૬૮૮ જીલ્લા અદાલત વેબસાઇટો પર જવાના પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે, તેના દ્વારા દરેક જીલ્લા અદાલતો વિષેની માહિતી મેળવી શકાય છે.
દરેક વેબસાઇટ જીલ્લામાં કાર્યરત ન્યાયિક અધિકારીની યાદી, રજા પર ગયેલા ન્યાયાધીશોની યાદી, મહત્વપૂર્ણ ભરતીની જાહેરાતો, પરિપત્રો, અદાલતોના ક્ષેત્રાધિકારો અને પોલીસ સ્ટેશનો દર્શાવે છે. કેસ સ્થિતિ, કોર્ટ હુકમો, દાવા સૂચિ જેવી જીલ્લા અદાલતોની સેવાઓનો પ્રાસંગિક ડેટા અને માહિતી પણ આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. માહિતી કોઇપણ જગ્યાએ થી પ્રાપ્ત કરી શકાય છે. જેનાથી કોર્ટ પરિસરોની રૂબરૂ મુલાકાત લેવાનું નિવારી શકાશે અને અદાલતોમાં ભાૈતિક માળખા પર પડતું ભારણ ઘટાડી શકાશે.
મુલાકાત લો: https://district.ecourts.gov.in/
Visit : https://districts.ecourts.gov.in/