ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠતા માટે ૨૦૨૧ નેશનલ ગોલ્ડ એવોર્ડ

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા કાયદા વિભાગ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમિટીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સરકારની પ્રક્રિયાના પુન:નિર્માણમાં શ્રેષ્ઠતા માટેનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને સાથે રૂ. ૨ લાખ રોકડ પુરસ્કાર, એક ટ્રોફી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સરકારી પ્રક્રિયાના પુનઃનિર્માણમાં શ્રેષ્ઠતા માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આયોજિત ૨૪મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ (NceG)માં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ સમારોહ

aએવોર્ડ સમારોહ
પુરસ્કારની વિગતો
નામ: નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન
Year: 2021