ઈ-કોર્ટ સેવાઓનું પોર્ટલ
તે ઈ-કોટર્સ પ્રોજેકટ હેઠળ પ્રદાન કરવામાં આવતી વિવિધ પહેલ અને સેવાઓની લિંક પૂરી પાડતું એક કેન્દ્રી ય પ્રવેશદ્વાર છે. તે નાગરિકો, ફરિયાદીઓ, વકીલો, સરકારી અને કાયદા અમલીકરણ એજન્સીકઓ જેવા હોદ્દેદારોને દેશના ન્યા યિકતંત્રથી સંબંધિત ડેટા અને માહિતી મેળવવા માટે સ1ામ બનાવે છે. ઈ-કોર્ટ્સ નેશનલ પોર્ટલ ડેટાના ઓન-લાઈન સંગ્રહ તરીકે કામ કરે છે, જેમાં સેવાઓ અને વિવિધ માહિતીઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે
(ક) કેસ સૂચિ
(ખ) કેસની સ્થિતિ : કેસની સ્થિતિ વિવિધ શોધ પરિમાણો જેવા કે કેસ નંબર, એફ.આઈ.આર. નંબર, પ1ાકારનું નામ, એડવોકેટનું નામ, ફાઈલિંગ નંબર, અધિનિયમ અથવા કેસના પ્રકાર વડે જાણી શકાય છે.
(ગ) દૈનિક હુકમ અને અંતિમ ચુકાદાઓ : તે જ રીતે, સી.એન.આર. નંબર, કેસ નંબર, કોર્ર્ટ નંબર, પક્ષકારનું નામ અને હુકમ તારીખ દ્વારા હુકમ અને અંતિમ ચુકાદાઓ મેળવી શકાય છે.
Visit : http://services.ecourts.gov.in