આદરણીય ન્યાયમૂર્તિ શ્રી સંજીવ ખન્ના, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી
(જન્મ તારીખ): ૧૪-૦૫-૧૯૬૦
કાર્યકાળ (ઓફિસ) ની મુદત: (નિયુક્તિ તારીખ) ૧૮-૦૧-૨૦૧૯ થી (નિવૃત્તિ તારીખ) ૧૩-૦૫-૨૦૨૫
તેમનો જન્મ ૧૪ મે, ૧૯૬૦ના રોજ થયો હતો.
સને ૧૯૮૩ માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. શરૂઆતમાં તેઓશ્રી દ્વારા તીસઝારી સંકુલ, દિલ્હી ખાતેની જિલ્લા અદાલતોમાં અને પછીથી, દિલ્હી હાઈકોર્ટમાં અને ટ્રિબ્યુનલ્સમાં બંધારણીય કાયદો, પ્રત્યક્ષ કરવેરા, લવાદ, વાણિજ્યિક કાયદો, કંપની કાયદો, જમીન કાયદો, પર્યાવરણીય કાયદા અને તબીબી બેદરકારી જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં કાયદાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્થાયી સલાહકાર તરીકે તેઓશ્રીનો લાંબો કાર્યકાળ રહ્યો હતો. સને ૨૦૦૪માં, તેઓશ્રીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના સ્થાયી સલાહકાર (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓશ્રી દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અને એમિકસ ક્યુરી તરીકે અનેક ફોજદારી કેસોમાં હાજર થયા હતા અને દલીલો પણ કરી હતી.
સને ૨૦૦૫માં દિલ્હી હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી અને ૨૦૦૬માં તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હોવા છતાં, તેઓ દિલ્હી જ્યુડિશિયલ એકેડેમી, દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મધ્યસ્થતા કેન્દ્રોના અધ્યક્ષ / જજ-ઇન-ચાર્જના હોદ્દા પર હતા.
તારિખ ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯નાં રોજ તેઓશ્રીને ભારતની સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી.
તેઓશ્રી તારિખ ૧૭ જૂન ૨૦૨૩ થી તારિખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ પદ પર રહ્યા હતા.
હાલમાં, તેઓ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને નેશનલ જ્યુડિશિયલ એકેડેમી, ભોપાલના ગવર્નિંગ કાઉન્સેલના સભ્ય છે.
તેઓશ્રી તારીખ ૧૩ મે, ૨૦૨૫ ના રોજ નિવૃત્ત થવાના છે.