માનનીય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ,ભારતના મુખ્ય ન્યાયાધીશ

જન્મ તારીખ ૨૪/૧૧/૧૯૬૦
કાર્યકાળ (નિમણૂક તારીખ) ૨૪/૦૫/૨૦૧૯ થી
(નિવૃત્તિ તારીખ) ૨૩/૧૧/૨૦૨૫
૨૪ નવેમ્બર, ૧૯૬૦ના રોજ જન્મ.
૨૪ નવેમ્બર ૧૯૬૦ના રોજ અમરાવતીમાં જન્મ. ૧૬ માર્ચ ૧૯૮૫ના રોજ વકીલાતની શરૂઆત. સ્વ. બેરિસ્ટર રાજા એસ. ભોસલે, જે પૂર્વ એડવોકેટ જનરલ તથા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ હતા, તેમની સાથે ૧૯૮૭ સુધી કામ કર્યું. બોમ્બે હાઈકોર્ટમાં ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી સ્વતંત્ર રીતે વકીલાત કરી. ૧૯૯૦ બાદ, મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ વકીલાત કરી.
બંધારણીય કાયદા અને વહીવટી કાયદામાં વકીલાત કરેલ. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સેલ રહ્યા. વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ અને કોર્પોરેશનો જેમ કે SICOM, DCVL વગેરે અને વિદર્ભ પ્રદેશમાં વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલ તરફે નિયમિતરૂપે ઉપસ્થિત રહેલ.
ઓગષ્ટ ૧૯૯૨ થી જુલાઈ ૧૯૯૩ સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે કામ કર્યું. ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ નાગપુર બેંચ માટે ગવર્મેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી. ૧૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નત થયેલ.
૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા. મુંબઈ ખાતે પ્રિન્સિપલ સીટ તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચોની તમામ પ્રકારના કેસો ધરાવતી બેન્ચોની અધ્યક્ષતા કરી હતી. ૨૪ મે ૨૦૧૯ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પદોન્નત થયેલ.
છેલ્લા છ વર્ષમાં, બંધારણીય અને વહીવટી કાયદો, દીવાની કાયદો, ફોજદારી કાયદો, વ્યાવસાયિક વિવાદો, લવાદ કાયદો, વીજળી કાયદો, શિક્ષણ કેસો, પર્યાવરણીય કાયદો, વગેરે સહિત વિવિધ વિષયોને લગતા કેસો સાંભળનાર લગભગ ૭૦૦ બેન્ચનો ભાગ રહ્યા હતા.
કાયદાના શાસનને જાળવી રાખતા અને નાગરિકોના મૂળભૂત અધિકારો, માનવ અધિકારો અને કાનૂની અધિકારોનું રક્ષણ કરતા વિવિધ મુદ્દાઓ પર બંધારણીય બેંચના ચુકાદાઓ સહિત લગભગ ૩૦૦ ચુકાદાઓ આપ્યા છે.
ઉલાનબાતાર (મોંગોલિયા), ન્યુયોર્ક (યુ.એસ.એ.), કાર્ડિફ (યુ.કે.) અને નૈરોબી (કેન્યા) ખાતે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી.
કોલંબિયા યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં બંધારણીય અને પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રવચનો આપ્યા.
૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ નિવૃત્ત થવાના છે.