Close

    આદરણીય ન્યાયમૂર્તિ શ્રી કે.વી.વિશ્વનાથન, જજ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા.

    K.V. Viswanathan
    • હોદ્દો: માનદ વાઇસ-ચેરપર્સન
    • જન્મ ૨૬ મે ૧૯૬૬ના રોજ થયો હતો.
    • પિતા શ્રી કે. વી. વેંકટરામન અને માતા શ્રીમતી લલિતા વેંકટરામન.
    • શ્રીમતી જયશ્રી વિશ્વનાથન સાથે લગ્ન; બે દીકરીઓ.
    • અરોકિયામાથા મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલ, પોલાચીમાં, સૈનિક સ્કૂલ અમરાવતીનગર ખાતે અને સેન્ટ જોસેફ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, ઊટી ખાતે અભ્યાસ કર્યો.
    • પાંંચ વર્ષના (૧૯૮૩-૧૯૮૮) કાયદાના અભ્યાસક્રમની પ્રથમ બેચના ભાગરૂપે કોઈમ્બતુર લો કોલેજ, ભારથીઆર યુનિવર્સિટી, કોઇમ્બતૂરમાંથી પ્રથમ ક્રમાંક સાથે સ્નાતક થયા હતા અને “બેચલર ઓફ લો”ની ડિગ્રી મેળવી હતી.
    • ૨૮ ઓક્ટોબર, ૧૯૮૮ના રોજ બાર કાઉન્સિલ ઑફ તમિલનાડુના રોલમાં એડવોકેટ તરીકે નોંધણી થઈ હતી અને તેને બાર કાઉન્સિલ ઑફ દિલ્હીના રોલમાં તબદીલ કરવામાં આવી હતી.
    • ૧૯૮૩ અને ૧૯૮૮ વચ્ચે કોલેજના દિવસો દરમિયાન કોઇમ્બતૂરમાં અગ્રણી ફોજદારી વકીલ સ્વ. શ્રી કે.એ. રામચંદ્રનની ચેમ્બરમાં હાજરી આપી હતી.
    • ત્યારબાદ, નવેમ્બર, ૧૯૮૮થી નવી દિલ્હી ખાતે સિનિયર એડવોકેટ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ શ્રી સી. એસ. વૈદ્યનાથનની ચેમ્બર્સમાં જોડાયા અને ઓક્ટોબર, ૧૯૯૦ સુધી કામ કર્યું. સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને દિલ્હીની વિવિધ ગૌણ / તાબાની અદાલતો અને ટ્રિબ્યુનલ્સ (પંચ) સમક્ષના મહત્વપૂર્ણ કેસોમાં તેઓશ્રીને મદદ કરી હતી.
    • નવેમ્બર, ૧૯૯૦થી જૂન, ૧૯૯૫ સુધી ભારતના સિનિયર એડવોકેટ અને ભૂતપૂર્વ એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ સાથે તેઓની ચેમ્બરને શોભાયમાન કરી હતી અને તેમની સાથે મહત્ત્વના કેસોમાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.
      જૂન, ૨૦૦૨માં હાર્વર્ડ લૉ સ્કૂલ, બોસ્ટન, મેસેચ્યુસેટ્સ ખાતે “વકીલો માટેની સૂચનાઓના કાર્યક્રમ” (પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન ફોર લોયર્સ) માં હાજરી આપી હતી.
    • ૨૮ એપ્રિલ, ૨૦૦૯ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતની ફુલ કોર્ટ (તમામ ન્યાયમૂર્તિશ્રીઓની બનેલી બેંચ) દ્વારા સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
    • ૨૬ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકેના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મે, ૨૦૧૪ સુધી આ પદ પર રહ્યા હતા.
    • તેમની પ્રેક્ટિસ દરમિયાન તેઓ ભારતની સર્વોચ્ચ અદાલત અને દેશભરની અનેક ઉચ્ચ અદાલતો સમક્ષ હાજર થયા હતા. વરિષ્ઠ એડવોકેટ તરીકે અને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે, કાયદાના વિવિધ વિષયો પર વિવિધ પ્રકારની બાબતોમાં હાજર થયા હતા, જેમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ કેટલીક રજૂઆતોનો સમાવેશ થાય છે.
    • સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલીક મહત્ત્વની બાબતોમાં “એમિકસ ક્યુરિ” તરીકે હાજર થયા હતા.
    • નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ના સભ્ય રહી ચૂક્યા છે.
    • સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.
    • તેઓ સુપ્રીમ કોર્ટની મિડલ ઇન્કમ ગ્રૂપ લીગલ એઇડ કમિટીના સેક્રેટરી અને ત્યારબાદ ટ્રેઝરર રહી ચૂક્યા છે.
    • ૧૯૯૧માં જસ્ટિસ વર્મા કમિશન ઓફ ઇન્ક્વાયરી અને જસ્ટિસ એમ.સી.જૈન કમિશન ઓફ ઇન્કવાયરી સમક્ષ હાજર થયા હતા.
    • ‘ન્યાયનો વહીવટ’ વિષય હેઠળ ‘મૂળભૂત ફરજોની અસર’ પર મુખ્ય ન્યાયાધીશ જે. એસ. વર્મા સમિતિના અહેવાલમાં પ્રદાન કર્યું.
    • વિવિધ રાષ્ટ્રીય પ્રકાશનોને સંપાદકીય લેખો પ્રદાન કર્યા છે અને લો કોલેજોમાં વ્યાખ્યાનો આપ્યા છે.
    • અન્ય રસના વિષયોમાં નોન-ફિક્શન વાંચવા અને તમામ સ્પોર્ટ્સ જોવાનો સમાવેશ થાય છે.
    • ૧૯ મે, ૨૦૨૩ના રોજ બારમાંથી સીધા જ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી.