Close

  શ્રી કુલદીપ સિંઘ કુશવાહ

  Kuldeep Singh Kushwah
  • ઇ-મેલ: ms-ecommittee[at]aij[dot]gov[dot]in
  • હોદ્દો: સભ્ય, સિસ્ટમ્સ

  સને-૧૯૯૯માં કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક અને સને-૨૦૦૪માં ઇજનેરીમાં અનુસ્નાતક થયા બાદ સને-૨૦૧૧માં જબલપુર (એમ.પી.)માંથી કાયદામાં સ્નાતક થયા. તા.૦૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૧૭થી તા.૩૧મી સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઓએસડી (આઇટી)માં નિમણુંક પામ્યા. તા.૨જી જુન, ૨૦૦૮ ના રોજથી મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં રજિસ્ટ્રાર (આઇટી) તરીકે નિમણુુંક પામ્યા તેમજ સેન્ટ્રલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે પણ જવાબદારી સંભાળી.

  ઉપલબ્ધિઓ (તકનીકી)

  • ૨૦૧૯માં મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ઓનલાઇન સર્ટિફાઇડ કોપી સોફ્ટવેરનો વિકાસ અને અમલીકરણ.
  • એમ.પી.ની હાઇકોર્ટ અને તાબાની અદાલતના રેકોર્ડના ડીજીટાઇઝેશન માટે ઇન-હાઉસ ડીએમએસનો વિકાસ અને અમલીકરણ
  • સર્વોચ્ચ અદાલતનું કોમ્પ્યુટરાઇઝેશનઃ તા.૧૦મી મે, ૨૦૧૭ના રોજ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિશ્રી જે.એસ. ખેહર દ્વારા વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આઇસીએમઆઇએસ સોફ્ટવેર અને ભારતની સર્વોચ્ચ અદાલતની નવી વેબસાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
  • ૨૦૧૯માં મધ્યપ્રદેશમાં હાઇકોર્ટ અને તાબાની અદાલતોમાં સોફ્ટવેર દ્વારા ન્યાયિક અધિકારક્ષેત્રના આંકડાકીય વિભાગના પત્રકોનું સ્વયં-નિર્માણ.
  • ઇ-કોર્ટ ફીસ સોફ્ટવેરનું વિત્ત વિભાગ સોફટવેર એટલે કે ટીસીએસ દ્વારા વિકસાવવામાં આવેલ સાયબર ટ્રેઝરી સાથે જોડાણ.
  • ૨૦૧૮માં એમ.પી. હાઇકોર્ટ અને તાબાની અદાલતો માટે તૈયાર કરવામાં આવેલ હાર્ડવેર વસ્તુઓનું ઇન્વેન્ટરી અને કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર.
  • ૨૦૧૭માં ઓનલાઇન રાઇટ ટુ ઇન્ફોર્મેશેન સોફ્ટવેર વિકસાવવામાં આવેલ.
  • ૨૦૧૮માં સીએમઆઇએસ સોફ્ટવેર માટે એમ.પી. હાઇકોર્ટમાં ક્લાઉડ ટેકનોલોજી અમલમાં મુકવામાં આવેલ.
  • એમ.પી.માં હાઇકોર્ટ અને તાબાની અદાલતોમાં ઇ-એટેન્ડેન્સ સિસ્ટમનો અમલ.
  • એડવોકેટ જનરલ ઓફિસનું હાઇકોર્ટ ઓફ એમ.પી. સોફ્ટવેર સાથે જોડાણઃ ૨૦૧૬માં એડવોકેટ જનરલ ઓફિસના વપરાશકર્તાઓને હાઇકોર્ટની સંબંધિત સ્કેન / ડિજીટાઇઝ કરેલ માહિતીને જોવા / ડાઉનલોડ કરવા લોગિન આઇડી અને પાસવર્ડ પુરા પાડવામાં આવેલ.
  • હાઇકોર્ટના ન્યાયિક અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તાબાની અદાલતોના કર્મચારીઓ માટે પર્સનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેરનો વિકાસ અને અમલીકરણ.
  • ઇન્ડિયન લૉ રિપોર્ટર અને જ્યુડિશીયલ ઓફિસર ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યુટ જરનલ સોફ્ટવેરનો વિકાસ અને અમલીકરણ
  • હાઇકોર્ટ માટે સીએમઆઇએસ સોફ્ટવેરનો વિકાસ અને અમલીકરણઃ આ સોફ્ટવેર એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનીંગ કલ્પના પર આધારિત છે, જેના દ્વારા માનવ સંસાધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમય પ્રબંધન જેવા તમામ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ હાઇકોર્ટની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. તમામ કર્મચારીઓ વિશ્વાસુ, જવાબદાર અને કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા તેમને સોંપવામાં આવેલ કાર્યની સમાન ફાળવણી પૂર્ણ કરશે. આ સોફ્ટવેર કર્મચારીઓ માટે તેમના અનુકુળ દૈનિક ધોરણે વર્ચ્યુઅલ વર્ક બનાવવા માટે વિકસાવવામાં આવેલ છે, જે તેમનું કાર્યભારણ ઓછું કરે છે અને કાર્યદક્ષતાનું પ્રમાણ વધારશે. ઇ-મેમો ડીજીટલ સહી સાથે સબંધિત વપરાશકર્તાઓને તેમના સબંધિત ઇ-મેઇલ આઇડી પર મોકલી શકાય છે. ૨૦૧૪માં ઑટો-જનરેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેર ક્રમવાર તેમજ દૈનિક ધોરણે ઉપલબ્ધ ન્યાયાધીશોમાં કાર્યભારની સમાન વહેંચણી સાથે નિર્દિષ્ટ પ્રાથમિકતા પ્રમાણે કેસોની સૂચિની ખાતરી કરે છે.
  • ૨૦૧૪માં એમ.પી.ની હાઇકોર્ટ, તાબાની અદાલતો અને કૌટુંબિક અદાલતો માટે સીએમએસ દ્વિભાષી વેબસાઇટનો વિકાસ.
  • વિવિધ નાગરીક સેવા એપ્લીકેશનો માટે ઇન-હાઉસ શોર્ટ મેસેજીંગ અને ઇમેઇલ સિસ્ટમનો વિકાસ અને અમલીકરણ
  • ૨૦૧૩માં એમ.પી.ની હાઇકોર્ટ, તાબાની અદાલતો અને કૌટુંબિક અદાલતો માટે ઇન-હાઉસ પ્રોસેસ મેનેજમેન્ટ સોફ્ટવેરનો વિકાસ.

  ઉપલબ્ધિઓ (વહીવટી)

  • એમપીએસજેએના ડાયરેક્ટર અને રજિસ્ટ્રાર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અેન્ડ વર્ક)ના પરામર્શ સાથે આઇટી સબંધિત ૧૪મા અને ૧૫મા વિત્ત આયોગ સંલગ્ન કાર્ય.
  • મધ્યપ્રદેશ રાજ્યમાં હાઇકોર્ટ અને તાબાની અદાલતોને લગતા વિડીયો સર્વેલેન્સ, ટેકનીકલ મેનપાવર, ડીજીટાઇઝેશન અને લોકલ એરીયા નેટવર્ક અને તેના સબંધિત કરારોને લગતી નિવિદાઓ (ઇ-નિવિદા).
  • તકનીકી તેમજ અન્ય સબંધિત મેનપાવરના આઉટસોર્સિંગને લગતા કાર્ય.
  • તમામ જિલ્લા અને તાબાની અદાલતોના સંકુલ, જિલ્લા હોસ્પિટલ અને સુસંગત જેલોમાં વિડીયો કોન્ફરન્સીંગ ફેસીલીટીનું ઇન્સ્ટોલેશન. હાઇકોર્ટ ઓફ મધ્યપ્રદેશની પ્રિન્સીપાલ સીટ-જબલપુર તેમજ તેની ગ્વાલિયરની બેંચ ખાતે વિડીયો કોન્ફરન્સીંગ ફેસીલીટી પુરી પાડવામાં આવી.
  • સ્ટેટ જ્યુડીશીયલ એકેડમી, જિલ્લા કાનુની સેવા સત્તામંડળનું કોમ્પ્યુટરાઇઝેશન. ડિજીટાઇઝેશન દ્વારા કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવી વગેરે.
  • હાઇકોર્ટ અને તાબાની અદાલતોના આઇટી અને સાધનોને લગતા વિવિધ બજેટ હેડના બજેટ અંદાજો તૈયાર કરવા.
  • તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ, વકીલો અને અદાલતના કર્મચારીઓ માટે સ્ટેટ જ્યુડિશિયલ એકેડમીના સંકલન સાથે વર્ષપર્યંત વિવિધ આઇટી એપ્લીકેશન અન્વયે તાલીમ સત્ર યોજવામાં આવેલ.