નામદાર ન્યાયમૂર્તિ શ્રી શરદ અરવિંદ બોબડે, ભારતના મુખ્ય ન્યાયાધિશ

નાગપુર વિશ્વવિધ્યાલય માંથી બી.એ., એલ.એલ.બી. ની ડીગ્રી ધરાવે છે. ૧૯૭૮માં મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં નોંધણી કરાવેલી. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં પ્રિન્સિપાલ સીટ બોમ્બે તથા ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ 21 વર્ષથી વધુ સમય કાયદાની પ્રેક્ટિસ કરેલ છે. ૧૯૯૮ માં સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત થયા.
- ૨૯ માર્ચ, ૨૦૦૦ ના રોજ એડિશનલ જજ તરીકે બોમ્બે હાઈકોર્ટની બેંચમાં પદોન્નત થયા.
- ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.
- ૧૨ એપ્રિલ, ૨૦૧૩ ના રોજ સુપ્રિમ કોર્ટના જજ તરીકે પદોન્નત થયા.
- ૧૮ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.
- ૨૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ નિવૃત થશે.