Close

    નામદાર ન્યાયમૂર્તિ ડો. ધનંજય વાય. ચંદ્રચુડ, જજ, ભારતનુ સર્વોચ્ચ ન્યાયાલય

    Dr Justice Dhananjaya Y Chandrachud
    • હોદ્દો: અધ્યક્ષ

    સેન્ટ સ્ટીફન્સ કોલેજ, નવી દિલ્હી માંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. ઓનર્સ, દિલ્હી વિશ્વવિધ્યાલય કેમ્પસ લો સેન્ટર માંથી એલ.એલ.બી. અને હાર્વર્ડ લો સ્કુલ, યુ.એસ.એ. માંથી એલ.એલ.એમ. તથા એસ.જે.ડી. ની ડીગ્રી ધરાવે છે. મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં નોંધણી કરાવેલી અને મુખ્યતઃ બોમ્બે હાઈકોર્ટ તથા ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટીસ કરી. ૧૯૯૮ માં સિનિયર એડવોકેટ તથા ભારતના એડિશનલ સોલીસિટર જનરલ તરીકે નિયુક્ત થયા.

    1. ૨૯ માર્ચ, ૨૦૦૦ ના રોજ બોમ્બે હાઈકોર્ટની બેંચમાં પદોન્નત થયા.
    2. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.
    3. ૧૩ મે, ૨૦૧૬ ના રોજ સુપ્રિમ કોર્ટના જજ તરીકે પદોન્નત થયા.
    4. બોમ્બે વિશ્વવિધ્યાલયમાં તુલનાત્મક બંધારણિય કાયદાના વિઝીટીંગ પ્રધ્યાપક. ઓક્લાહોમા વિશ્વવિધ્યાલય, સ્કુલ ઓફ લો, યુ.એસ.એ ના વિઝીટીંગ પ્રધ્યાપક.
    5. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ, યેલ લો સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વિટવેટર્સ્રાન્ડ, દક્ષિણ આફ્રિકામાં પ્રવચનો આપ્યાં. સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ આયોગ સહિતની સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ દ્વારા માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણીય કાર્યક્રમ, વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેન્ક વિશે યોજાયેલા પરિષદોમાં વક્તા.