Close

    આશિષ જે. શીરાધોન્કર

    ASHISH J. SHIRADHONKAR
    • હોદ્દો: સાયન્ટીસ્ટ – એફ, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ

    શ્રી શીરાધોન્કર મરાઠવાડા યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનિયરીંગમાં બી.ઇ., પીલાણી સ્થિત બીટ્સ યુનિવર્સિટી માંથી સોફ્ટવેર સિસ્ટમ્સમાં એમ.એસ. અને પુણે યુનિવર્સિટી માંથી એલ.એલ.બી. ની ડીગ્રી ધરાવે છે. તેમને ઇ-ગવર્નન્સ ક્ષેત્રે ૨૫ વર્ષનો અને ન્યાયપાલિકામાં ટેકનોલોજીની અમલવારીનો ૨૨ વર્ષનો અનુભવ છે.

    • વર્ષ ૧૯૯૪ માં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાં સાયન્ટીફિક ઓફીસર/ એન્જીનિયર “એસ.બી.” તરીકે જોડાયા. તેમણે લાતુર તેમજ નાંદેડ ખાતે ડીસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટિક્સ ઓફીસર તરીકે અને પુણે સ્થિત નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ખાતે મેનેજર તરીકે સેવાઓ આપી. તેમણે વર્ષ ૧૯૯૮ માં નાંદેડની જીલ્લા અને સત્ર અદાલતમાં ડીસીઆઇએસ અમલી બનાવી.
    • ૨૦૦૫ માં મહારાષ્ટ્રની અદાલતોમાં ઓપન સોર્સ ટેકનોલોજી આધારિત ‘કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ વિકસાવી અને અમલી બનાવી.
    • હાલ તેઓ પુણે સ્થિત નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, એસ.ડી.યુ. માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં વિભાગના વડા તરીકે કાર્યરત છે.